Sunday - Jul 05, 2026

પંખા અને કુલરો, વોટરપાર્કમાં ગરમીથી કોઈ જાતની રાહત ન મળી

પંખા અને કુલરો, વોટરપાર્કમાં ગરમીથી કોઈ જાતની રાહત ન મળી

 મોરબીમાં 45 ડિગ્રી હિટવેવથી એસીના વેચાણમાં બમ્પર ઉછાળો થયો છે. આગ ઝરતી ગરમીમાં રાહત મેળવવા માટે પંખા અને કુલરો તેમજ વોટર પાર્ક પણ નાકામ પુરવાર થતા  હવે લોકો  ઠંડા ઠંડા કુલ કુલ સમાન એસીના શરણે આવતા ગત સિઝન કરતા આ વખતે એસીનું 30 ટકા સરેરાશ વેચાણ વધ્યું છે.

મોરબીમાં કાળઝાળ ગરમીએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે. પણ હવે હિટવેવ ચાલુ થઈ જતા પંખા અને કુલરો પણ ગરમ લુ ફેંકી રહ્યા હોવાથી ગરમ લુ થી બચવા સામાન્ય વર્ગ તો નહીં પણ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ ઈલોકટ્રોનિક શો રૂમમાં પહોંચી ગયા છે અને આ શો રૂમમાં કોઈ સ્કીમ લાગુ હોય તેનો લાભ ઉઠાવી વ્યાજબી દરે એસીની ખરીદી કરી રહ્યા છે. શહેરના તમામ તેમજ આસપાસ આવેલા નાના મોટા ઈલોકટ્રોનિક શો રૂમમાં ભારે ઘસારો કરી રહ્યા છે. જો કે કોઈ સારી ઠંડક આપતા વૈવિધ્યસભર કુલરો ખરીદી રહ્યા છે. પણ મોટાભાગે એસીની વધુ ખરીદી કરી રહ્યા છે. એસીના એક મોટા ગજાના વેપારીના કહેવા મુજબ ગત ઉનાળાની સિઝનમાં 1 હજાર અને આ વખતે અત્યાર સુધીમાં માત્ર તેમના એક શો રૂમમાં જ 1400 એસી વેચાઈ ગયા છે. આ તો એક એસીની દુકાનની વાત થઈ બાકી તો શહેરમાં એસી સહિતના ઉપકરણની અનેક દુકાનો આવેલી હોય તેમા પણ મોટાપાયે ખરીદી થઈ રહી છે. એટલે આ વખતે એસીનું વિક્રમ જનક વેચાણ થાય તેવો અંદાજ છે.