Saturday - May 02, 2026

માળીયાના મોટા દહીંસરામાં સશસ્ત્ર મારામારીની ઘટનામાં સામસામી ફરિયાદ દાખલ

માળીયાના મોટા દહીંસરામાં સશસ્ત્ર મારામારીની ઘટનામાં  સામસામી ફરિયાદ દાખલ

 માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે વડીલો પાર્જિત પ્લોટની જમીન બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે રેલવે સ્ટેશન રોડ ઉપર બઘડાટી બોલી જતા સામસામી ફરિયાદ નોંધાઇ છે જેમાં પોલીસે બન્ને પક્ષના 20 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આઠ આરોપીઓની ધરપકડ કરી હતી.
 

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા વિજયભાઈ હમીરભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વડીલો પાર્જિત પ્લોટની જમીન બાબતે ચાલતા મનદુઃખમાં આરોપી  અજય છગનભાઇ પરમાર, છગનભાઇ કાનજીભાઇ પરમાર, જીતેશભાઇ કાનજીભાઇ પરમાર, રમેશભાઇ કાનજીભાઇ પરમાર, નરેશભાઇ કાનજીભાઇ પરમાર, કાનજીભાઇ મુળુભાઇ પરમાર, શૈલેષભાઇ સવજીભાઇ પરમાર, પિન્ટુભાઇ વિનોદભાઇ પરમાર, પંકજભાઇ શીવાભાઇ પરમાર,  શામજીભાઇ શીવાભાઇ પરમાર, શીવાભાઇ મુળુભાઇ પરમાર,   હીરાભાઇ મુળુભાઇ પરમાર અને સુરેશભાઇ બુટાભાઇ બાંભવા વિરુદ્ધ વડીલો પાર્જિત પ્લોટના મનદુઃખમાં આરોપીઓએ ધોકા, સળિયા, ટામી, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કર્યો હોવાની તેમજ કારમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી.જ્યારે સામાપક્ષે ફરિયાદી અજયભાઈ છગનભાઇ પરમારે આરોપી મુન્નાભાઇ હમીરભાઇ પરમાર નીલેશભાઇ હમીરભાઇ પરમાર,  વીજયભાઇ હમીરભાઇ પરમાર, અશોકભાઇ હમીરભાઇ પરમાર,  હમીરભાઇ ભોજાભાઇ પરમાર, નિમુબેન હમીરભાઇ પરમાર અને પ્રવીણાબેન નિલેશભાઇ પરમાર રહે- તમામ મોટાદહીંસરા ગામ વાળાઓ વિરુદ્ધ વડીલો પાર્જિત પ્લોટની જમીન અંગે ઝઘડો કરી પાઇપ, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરી આરોપી અશોક હમીરભાઈએ કાર રોડ ઉપર પુરઝડપે દોડાવી મોટર સાયકલમાં નુકશાન કર્યાની તેમજ માર મારવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.