ફોરેસ્ટની ભરતી પ્રક્રિયા માટે લેવાયેલી પરીક્ષા બાદ માર્ક્સ જાહેર ન કરતા મોરબીના ઉમેદવારોમા ભારે રોધ વ્યાપી ગયો છે.ઉમેદવારોએ કલેકટરને આવેદન આપી નામો સહિત માર્ક્સની યાદી જાહેર કરવાની માંગ કરી છે.
મોરબીના ઉમેદવારોએ કલેકટરને આવેદન આપતા જણાવ્યુ હતું કે, ફોરેસ્ટની ભરતી પ્રક્રિયાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે પણ કોઈના માર્ક્સ જાહેર કર્યા નથી. આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. એની કેટેગરી હવે છેક જાહેર કરી છે. એ પણ આટલું બધું થયા પછી.પહેલા કોઈની કેટેગરી કે રોલ નંબર ન હતા. ઉમેદવારોએ ભારે રોષ સાથે બળાપો ઠાલવ્યો હતો કે, અમને અસંતોષ એ વાતનો છે. બધાના માર્ક્સ જાહેર કરાયા નથી એટલે માર્ક્સ જાહેર કરો.જે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ છે તેની નામાવલી સાથે માર્ક્સ જોઈએ. ઉમેદવાર ફેઈલ થયા કે પાસ થયા એ ખબર કેમ પડે તે માટે નામો સાથે માર્ક્સની યાદી જાહેર કરો, સીબીઆરટી પછીથી પહેલીવાર ફોરેસ્ટની એક્ઝામ લેવામાં આવી છે. તો પારદર્શકતા રાખવાની માંગ કરી છે.