Saturday - Oct 10, 2026

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખપદે મોરબીના નવનિતભાઈ કુંડારિયાની નિમણૂક

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખપદે મોરબીના નવનિતભાઈ કુંડારિયાની નિમણૂક

લજાઈના ઉમા સંસ્કાર ધામ ખાતે બેઠકમાં નવી વરણી ; મોરબી જિલ્લા ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખપદે હિતેશભાઈ ભીમાણીની નિમણૂક

મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ખાતે આવેલા ઉમા સંસ્કાર ધામમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે મોરબીના નવનિતભાઈ કુંડારિયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણીની નિમણૂક કરાઈ હતી.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખપદે મોરબીના નવનિતભાઈ કુંડારિયાની નિમણૂક
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખપદે મોરબીના નવનિતભાઈ કુંડારિયાની નિમણૂક

આ બેઠકમાં મોરબી જિલ્લા ઓઈલ મિલ એસોસિએશનના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણી અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ નાયકપરાની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત ખજાનચી, મંત્રી, મહામંત્રી સહિતના હોદ્દાઓ માટે પણ નવી કારોબારીની રચના કરવામાં આવી હતી.
 
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખપદે મોરબીના નવનિતભાઈ કુંડારિયાની નિમણૂક

બેઠકમાં ઓઈલ મિલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના પ્રશ્નો, ઉદ્યોગના હિતોનું જતન અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે નવી ટીમની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. નવી નિમણૂકો સાથે ઉદ્યોગના પ્રશ્નોને યોગ્ય મંચ પર રજૂ કરી તેના નિરાકરણ માટે સંકલિત પ્રયાસો કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને મોરબી જિલ્લા સ્તરે નવી જવાબદારીઓ સોંપાતાં એસોસિએશનની આગામી કામગીરીને લઈને સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.