Saturday - Oct 10, 2026

મોરબીમાં એઈમ્સના 45 નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લેવા દર્દીઓની ભીડ ઉમટી

મોરબીમાં એઈમ્સના 45 નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લેવા દર્દીઓની ભીડ ઉમટી

19 વિભાગમાં નિઃશુલ્ક નિદાન, સારવાર અને દવાનો દિવસભર મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

મોરબી : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબીની મયુર હોસ્પિટલ ખાતે શનિવારે રાજકોટ એઈમ્સ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મહાઆરોગ્ય શિબિર યોજાઈ હતી. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના પ્રયાસોથી યોજાયેલા આ કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દિવસભર દર્દીઓની ભીડ  ઉમટી પડી હતી.

રાજકોટ એઈમ્સના 45થી વધુ નિષ્ણાત તબીબો અને સહાયક કર્મચારીઓએ 19 વિભાગોમાં દર્દીઓની તપાસ કરી રોગનું નિદાન, જરૂરી સારવાર, તબીબી સલાહ તથા વિનામૂલ્યે દવાઓનું વિતરણ કર્યું હતું. મગજ, મૂત્રપિંડ, કેન્સર, સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, ચામડી, હાડકાં સહિતના વિવિધ રોગો માટે નિષ્ણાત સેવાઓ ઉપલબ્ધ કરાઈ હતી. નોંધણી માટે સાત કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોરબીમાં એઈમ્સના 45 નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લેવા દર્દીઓની ભીડ ઉમટી
મોરબીમાં એઈમ્સના 45 નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લેવા દર્દીઓની ભીડ ઉમટી

રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દેશમાં આશરે 25 એઈમ્સ કાર્યરત છે અને રાજકોટ એઈમ્સના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ નજીકમાં મળી રહી છે. એઈમ્સના વરિષ્ઠ અધિકારી સી.એન. દોરાઈરાજને કેન્સર સહિતની આધુનિક સારવારની સુવિધાઓ અંગે માહિતી આપી આયુષ્માન કાર્ડ કઢાવવા જણાવ્યું હતું.

શિબિરમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.