મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં આવેલ એક કારખાનાની લેબર કોલોનીમાં માટીના ઢગલા પાસે રમી રહેલી બાળકીનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં આવેલ લેપવીંગ કારખાનાની લેબર કોલોનીમાં ગઈકાલે સવારે મુસ્કાનબેન મનોજભાઈ ગરવાલ નામની બાળકી માટીના ઢગલામાં રમતી હતી ત્યારે કોઈ કારણોસર મૃત્યુ પામી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.