મોરબીમાં પાંચ દિવસથી એકધારો ભારે વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા. તેમાંય નીચાણવાળા વિસ્તાર પંચાસર રોડ અને વાવડી રોડ જળબંબાકાર થઈ ગયા હતા.પંચાસર રોડ અને વાવડી રોડની સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. પાણીનો નિકાલ જ ન થવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પાણી ભરાવાથી રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. તેથી વહેલાસર તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.