Tuesday - Jul 07, 2026

માળીયા મિયાણા ના મોટી બરાર ગામે પાણી ભરાતા લોકોમાં રોષ

માળીયા મિયાણા ના મોટી બરાર ગામે પાણી ભરાતા લોકોમાં રોષ

માળીયા મી તાલુકાના મોટી બરાર ગામે આવેલા વણકર વાસમાં ભારે વરસાદ અને ગટરના પાણીનો નિકાલ નો હોવાથી ગામ જનોમાં રોષ ફેલાયો છે.

માળીયા મિયાણા ના મોટી બરાર ગામે પાણી ભરાતા લોકોમાં રોષ

જેમાં મળતી માહિતી અનુસાર ગામના અમુક વ્યક્તિ દ્વારા પાણીનો નિકાલની જગ્યાએ દબાણ હોવાથી અને નિકાલ કરવા દેતા નથી તે બાબતની તાલુકા વિકાસ અધિકારીને મેઇલ મારફતે રજુઆત કરી હતી અને ગામ પંચાયતને મોખીક રજુઆત કરી પણ કોઈ યોગ્ય નિકાલ કરેલ નથી  અને તલાટી કંટ્રોલ રૂમમાં રજુઆત કરી અને નાના બાળકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે કારણ કે, બે વર્ષથી ગામનું ગટરનું પાણી પણ ફરીયામા આવે છે જેથી રોગચાળો ફેલાય તેવો ભય પેદા થાય એમ છે અને મરછર ખુબજ થયા છે જેથી પીવાનું પાણી પણ બે દિવસથી ભરી શકતા નથી અને તંત્રને જાણ પણ કરેલ છે છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો અમારા ફરીયાદમાં કે કોઈ ધરના વ્યક્તિને નુકસાન થશે તો તેની જવાબદારી લાગુ પડતાં તંત્રની રહેશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.