Friday - Jul 03, 2026

મોરબીમાં વેતન મામલે આશાવર્કરોનું શોષણ, ચારેક માસથી વેતનથી વંચિત

મોરબીમાં વેતન મામલે આશાવર્કરોનું શોષણ, ચારેક માસથી વેતનથી વંચિત

અધિકારીઓ ઓનલાઈન કામગીરી કરવાનું દબાણ કરતા હોય પણ આશાવર્કર બહેનોને મોબાઈલ આપતા નથી

મોરબી :  મોરબી જિલ્લામાં આશાવર્કર બહેનોનું વેતન મામલે શોષણ કરવામાં આવી રહ્યું હોય એમ એક તો ઓછું વેતન મળતું હોય ઉપરથી એ વેતન પણ ચારેક માસથી ચૂકવાયું ન હોવાની તેમજ અધિકારીઓ ઓનલાઈન કામગીરી કરવાનું દબાણ કરતા હોય પણ આશાવર્કર બહેનોને મોબાઈલ આપતા ન હોવાથી ઓનલાઈન કામગીરી કેવી રીતે કરી શકે તેવી આ બહેનોએ કલેક્ટર સમક્ષ વેદના ઠાલવી હતી.
 
મોરબીમાં વેતન મામલે આશાવર્કરોનું શોષણ, ચારેક માસથી વેતનથી વંચિત

ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર મારફત  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદન આપીને જણાવ્યું હતું કે, આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોના લાંબા સમયથી બાકી પગાર અને અન્ય પડતર માંગણીઓ બાબતે ત્રણથી ચાર માસથી બાકી રહેલા પગાર અને ઈન્સેન્ટિવને તાત્કાલિક ચૂકવવા, તેમજ તમામ ચૂકવણા દર મહિને 1 થી 10 તારીખ સુધીમાં નિયમિત કરવાની માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી મોબાઈલ પૂરા પાડવામાં આવ્યા નથી, છતાં અધિકારીઓ દ્વારા તેમની પાસે ઓનલાઈન કામગીરી કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓઓનલાઇન કામગીરી કરવા તૈયાર છે, પરંતુ પહેલા તેમને મોબાઈલ પૂરા પાડવા જોઈએ, અને રાત્રે 12 વાગ્યે પણ ઓનલાઈન કામગીરી કરવા તૈયાર છે. અન્ય મુખ્ય માંગણીઓમાં ઈન્સેન્ટિવ વગરની કામગીરી ન સોંપવા, ઈન્સેન્ટિવનું વેતન નક્કી કરવા અને ચાર વર્ષથી ભરેલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ફોર્મનું વળતર તાત્કાલિક ચૂકવવા તેમજ ઘણી કામગીરી માટે ઈન્સેન્ટિવ ન મળવા છતાં તેમને કામ કરવા દબાણ અને ધમકીઓ પણ અપાતી હોવાનો આક્ષેપ કર્યો છે.
 
મોરબીમાં વેતન મામલે આશાવર્કરોનું શોષણ, ચારેક માસથી વેતનથી વંચિત
મોરબીમાં વેતન મામલે આશાવર્કરોનું શોષણ, ચારેક માસથી વેતનથી વંચિત
મોરબીમાં વેતન મામલે આશાવર્કરોનું શોષણ, ચારેક માસથી વેતનથી વંચિત