Thursday - Feb 12, 2026

પીવાના પાણી અને સિંચાઇની સુવિધાઓથી 1300ની વસ્તીનું ખુશહાલ જીવન પણ..

 મોરબી જિલ્લામાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન અને સુવિધાઓ વિશે દિવ્ય ભાસ્કરે ચલાવેલી ખાસ ઝુંબેશમાં અત્યાર સુધીના અનેક ગામોની મુલાકાત દરમિયાન ખાસ તો મોટાભાગે પીવાનું પાણી, સિંચાઇ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે પીએચસી કે સીએચસીનો અભાવ વચ્ચે વધુ એક ગામમાં પીવાના પાણી અને સિંચાઇની સુવિધાઓ તો ભરપૂર છે. પણ ગામમાં આરોગ્ય કેન્દ્રની મોટી કમી છે. આ ગામ એટલે ટંકારાનું હીરાપર ગામ. હીરાપર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અભાવ હોવાથી જ્યારે આ ગામમાં રોગચાળો વકરે ત્યારે શું કરવું તે પ્રશ્ન

ટંકારાનું હીરાપર ગામમાં 1300ની વસ્તીને લીલાલેર છે. કારણ કે આરોગ્ય કેન્દ્ર સિવાય ગામમાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.જેમાં પાણીનું મોટું સુખ છે. તેમજ સિંચાઇની પણ યોગ્ય સુવિધાઓ હોવાથી 1300ની વસ્તી હજુ ખેતી પર નિર્ભર છે. ગામલોકો વર્ષોથી સિંચાઇની સુવિધાઓને કારણે સારો પાક મેળવે છે. વરસાદની સાથે સિંચાઇની અસરકારક સુવિધાઓ હોવાથી ખેતી સમૃદ્ધ છે. ગામમાં 100 ટકા રોડ, સ્કૂલ, આંગણવાડી, ગટર, લાઈટ, સફાઈ એટલે કચરાના નિકાલ માટે ટ્રેકટરની સુવિધાઓ તેમજ ગામના અન્ય રોડ પણ થોડા સારા હોય ગામમાં એકમાત્ર આરોગ્ય કેન્દ્ર સિવાય કોઈ વાતનું દુઃખ નથી.