Thursday - Apr 30, 2026

ખુલ્લી ગટરમાં બાળકના મૃત્યુ સંદર્ભે માનવ વધનો ગુન્હો દાખલ કરો... પુષ્પરાજસિંહ જાડેજા.

ખુલ્લી ગટરમાં બાળકના મૃત્યુ સંદર્ભે માનવ વધનો ગુન્હો દાખલ કરો... પુષ્પરાજસિંહ જાડેજા.

મોરબી:_ મોરબીમાં ગઈકાલે નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે ખુલી ગટરમાં પડી જતા છ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું તેના સંદર્ભમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા આજે પોતે એક વિડિઓ દ્વારા તંત્રને આ મૃત્યુ અંગે સવાલો કર્યા હતા, અને કહ્યું હતું કે જો આ બાળક કોઈ નેતા કે ઉદ્યોગપતિનું હોત તો તંત્ર ઉંધા માથે હવાતીયા મારત અને તમે સ્વચ્છતાના નામે અનેક પ્રકારના દંડ ઉઘરાવો છો તો આ ખુલી ગટરમાં પડી ગયેલા બાળકના મૃત્યુની જવાબદારી કેમ નથી લેતા, કારણ કે કમનસીબે આ બાળક એક ગરીબ મજદૂર પરિવારનું છે, માટે આમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમને માંગ કરી હતી કે જે તે જવાબદાર વ્યક્તિ સામે માનવ વધનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે,