Thursday - Aug 20, 2026

આનંદો ....આનંદો મોરબી શહેર પી જી વી સી એલ ટાઉન સબ ડીવીઝન 3 મંજુર...

આનંદો ....આનંદો

મોરબી શહેર પી જી વી સી એલ  ટાઉન સબ ડીવીઝન 3 મંજુર...
આનંદો ....આનંદો

મોરબી શહેર પી જી વી સી એલ  ટાઉન સબ ડીવીઝન 3 મંજુર...

મોરબી : મોરબી શહેરમાં પીજીવીસીએલમાં હાલ બે સબ ડિવિઝન કાર્યરત હોવાની વચ્ચે સરકાર દ્વારા હવે મોરબી શહેર માટે ત્રીજુ સબ ડિવિઝન મંજુર કરવામાં આવ્યું છે. આથી હવે મોરબીમાં ત્રણ સબ ડિવિઝન કાર્યરત થતા વીજળીને લગતી સમસ્યાઓ હળવી બનશે

મોરબી શહેર પીજીવીસીએલના વીજ ગ્રાહકો માટે હાલ સુધી ટાઉન - 1 અને ટાઉન - 2 એમ બે સબ ડીવીઝન કાર્યરત હતા. જે મોરબીના ભારણને જોતા ખૂબ અપૂરતા હતા. મોરબીના ઝડપી વિકાસ અને વધતા જતા વીજગ્રાહકોને લઈને બન્ને સબ ડીવીઝનનું વિભાજન કરીને ટાઉન સબ ડીવીઝન - 3 બનાવવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રજુઆત કરતા મોરબી ટાઉન સબ ડીવીઝન - 3 મંજુર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વહીવટી સરળતા રહેશે અને વીજગ્રાહકોની સુવિધામાં વધારો થશે. ટાઉન સબ ડીવીઝન 3 મંજુર થવાથી વીજળીના પ્રશ્નો હલ થશે.