મોરબી : મોરબી નેશનલ હાઇવે પર આજ સવારથી ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પડેલા ખાડા અને ભરાયેલા વરસાદી પાણીના કારણે સવારથી ટ્રાફિકજામ થયો છે. કુબેર ટૉકીઝથી શરૂ કરી રફાળીયા સુધી ઠેર ઠેર ખાડાઓ અને વરસાદી પાણી ભરાતા મેઇન રોડ તેમજ સર્વિસ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે.