Friday - May 01, 2026

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” થકી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” થકી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન

સમાજના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક કાર્યો કરતી મહિલાઓને એક મંચ પર લાવીને નારી શક્તિથી દેશ અને સમાજનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે મનોમંથન કરાયું

મોરબી : દેશ અને દુનિયાની જેમ મોરબીની દરેક ક્ષેત્રોમાં સકારાત્મક કાર્યો કરતી મહિલાઓમાં રહેલી શક્તિથી દેશ, સમાજ અને કુટુંબ વ્યવસ્થાને સુખ સમૃદ્ધિથી હર્યાભર્યા કરવા માટે ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા પ્રથમ વખત મહિલાઓને વૈચારિક મનોમંથન કરવાનું મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલા સંગઠનો નારી ઉત્થાન માટે હરહમેશ સક્રિય હોય એવા મહિલા સંગઠનો અન્ય મહિલાઓમાં નારી શક્તિને જાગૃત કરી નારી અસ્મિતાનુ ગૌરવ જાળવી રાખે અને મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રથમ વખત એક અનોખી અને પ્રેરણાદાયી પહેલરૂપે “મહિલા લીડરશીપ કોન્કલેવ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા મહિલા તજજ્ઞોએ નારી શક્તિ ધારે તો દેશ, સમાજ અને કુટુંબ માટે શુ કરી શકે તેના પ્રેરણાદાયી ઉદાહરણો આપી મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન કર્યું હતું. સાથે કુટુંબ વ્યવસ્થાથી સમાજ અને દેશ પર પ્રભાવ પડતો હોય એટલે દરેક નારીને  ખોટા ક્લેશથી દૂર રહી એકબીજા પ્રત્યે ખટાશને બદલે મધુરતા રાખીને ખાસ સમજણ કેળવવાથી ઘર સ્વર્ગ બની જતું હોવાનું જણાવ્યું હતું.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” થકી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રથમ વખત આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” નો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નહિ બીજાના ભલામાં જ આપણું ભલું હોવાંની ભાવનાને ચરિતાર્થ કરવા સતત સક્રિય કાર્ય કરતી મહિલાઓને એક મંચ પર લાવી તેમના વિચારો, અનુભવો અને નેતૃત્વ ક્ષમતાનો પરસ્પર વિનિમય થકી સમાજમાં સકારાત્મક પરિવર્તનની દિશા નિર્ધારિત કરવાનો હતો. કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓના વિકાસ માટે કાર્યરત આશરે ૧૦ જેટલી વિવિધ સંસ્થાઓની બહેનો જોડાઈ, જેમણે એકબીજાના અનુભવોમાંથી પ્રેરણા મેળવી અને સહયોગી દિશામાં આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
 
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” થકી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન

યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને નવતર અને અસરકારક રીતે રજૂ કરવા માટે જાણીતું રહ્યું છે. સમાજ ઉત્થાનના કાર્યમાં સતત અગ્રેસર રહેલી આ સંસ્થાએ પ્રથમ વખત મહિલા નેતૃત્વને કેન્દ્રસ્થાને રાખીને આ પ્રકારનું આયોજન કરીને મોરબીમાં એક નવી દિશાની શરૂઆત કરી છે.

કાર્યક્રમમાં હેમાબેન પટેલ, અંજનાબેન ગઢીયા, હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી), વંદનાબેન સરડવા, અવની ભોરણીયા અને જલ્પાબેન ત્રિવેદી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના વિચારો તથા અનુભવો દ્વારા બહેનોને પ્રેરણા આપી હતી.
 
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” થકી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન

આ પ્રસંગે વિવિધ સંસ્થાઓની મહિલાઓ દ્વારા મળીને કળા, સાહિત્ય, સ્વાસ્થ્ય, પરિવાર સંકલન, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને રમતગમત જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી, તેમજ ભવિષ્યમાં સંયુક્ત રીતે વધુ અસરકારક કાર્યક્રમો યોજવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માત્ર એક નારો કે કાર્યક્રમ સુધી સીમિત બાબત નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટેનું એક મજબૂત આધાર છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે મહિલાઓ આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ સ્વીકારે છે ત્યારે સમાજમાં માત્ર પરિવર્તન નહીં પરંતુ નવી દિશાનો ઉદય થાય છે. આ Women Leadership Conclave દ્વારા મોરબી શહેરમાં મહિલાઓને એક સશક્ત મંચ મળ્યો છે, જ્યાંથી તેઓ પોતાના વિચારોને વ્યાપક બનાવતા સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા નિભાવશે. ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી અને સમાજકેન્દ્રિત આયોજનો દ્વારા નારી શક્તિને વધુ મજબૂત બનાવવાનો યંગ ઇન્ડિયા ગ્રુપનો સંકલ્પ રહેશે.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત “મહિલા લીડરશીપ કોન્કલેવ” થકી મહિલાઓમાં સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોનું સિંચન

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા મોરબી શહેરમાં નારી શક્તિ, નેતૃત્વ અને સામાજિક સહકાર અંગે એક નવી જાગૃતિ સર્જાઈ છે, જે શહેરના વિકાસ માટે એક મજબૂત પાયો સાબિત થશે.