Saturday - Jun 27, 2026

શારીરિક માનસિક તંદુરસ્તી માટે યોગ ખૂબ જ આવશ્યક હોવા પર ભાર મુકાયો

શારીરિક માનસિક તંદુરસ્તી માટે યોગ ખૂબ જ આવશ્યક હોવા પર ભાર મુકાયો

આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી   તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો,યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ટંકારામાં ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર તા.12.5.24 થી તા.22.5.24 સુધી સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી દશ દિવસની શિબિર યોજાઈ હતી.

શારીરિક માનસિક તંદુરસ્તી માટે યોગ ખૂબ જ આવશ્યક હોવા પર ભાર મુકાયો

જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ યોગાસન આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે, SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય અને યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા 120 જેટલા સાધકો અને સ્વંયમ સેવકો વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા  પોતાનું જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું  પ્રાપ્ત કરવા  શિબિરમાં જોડાયા હતા.  સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે દશ દિવસની શિબિર અને તા.23.5.24 થી તા.26.5.24 ચાર દિવસ એમ 14 દિવસીય પૂર્ણ થઈ હતી.

શારીરિક માનસિક તંદુરસ્તી માટે યોગ ખૂબ જ આવશ્યક હોવા પર ભાર મુકાયો