મોરબીના છેવાડે આવેલા અને શહેરી વિસ્તાર દલવાડી સર્કલથી આગળના રસ્તે માધાપર ઓજી વિસ્તારમાંથી બનેલું માધાપર ઓજી ગામના લોકોને બીમાર રહેવું પોસાય તેમ જ નથી. કારણ કે, ગામમાં આરોગ્ય કેન્દ્ર જ નથી. ગ્રામજનોમાંથી કોઈ બીમાર પડે કે ઇમરજન્સી આવે ત્યારે છેક દસ કિમિ દૂર વાવડી ગામેં જવું પડે છે. ઉપરથી કચરાના નિકાલ માટે કોઈ વાહન વ્યવસ્થા ન હોય ગંદકી જામે તો કદાચ રોગચાળો ફાટી નીકળે તો બહુ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ એમ છે. એટલે આ ગામને જેટલી જલ્દીથી પૂરતી આરોગ્ય સેવા આપે તો એટલી હાલાકી ઓછી થાય એમ છે. કારણ કે આરોગ્ય કેન્દ્ર ન હોય લોકોને સાજા થવા દસ કિમિ દૂર વાવડી ગામે જવું પડે છે.
મોરબીના માધાપર ઓજી ગામના સરપંચ મીનાબેન ગણેશભાઈ નકુમના જણાવ્યા મુજબ 10 વર્ષ પહેલા જુના માધાપરમાંથી આ ગામ અલગ પડેલું છે. પહેલા મોરબીની હદમાં હોવાથી ઓજી વિસ્તાર ગણાતો વચ્ચે માધાપરમાં ભળી ગયા બાદ 10 વર્ષથી સ્વતંત્ર બન્યું પણ આરોગ્ય કેન્દ્ર અને કચરાના એકત્રિતકરણ માટે વાહનો સિવાયની મોટાભાગની સુવિધા છે. આ ગામમાં સિંચાઇની સુવિધા હોય ગામલોકો યોગ્ય રીતે પાક લઈ શકે છે. ધો. 8 સુધીની સ્કૂલ, ગામમાં રોડ રસ્તા 60 ટકા, ભૂગર્ભ ગટર 100 ટકા, લાઈટની પણ યોગ્ય સુવિધા છે. જ્યારે પીવાના પાણીનું મોટું સુખ છે. માધાપર રોડને નાની વાવડી-પંચાસર રોડ કાચો રસ્તો છે બાયપાસથી દલવાડી સર્કલ સુધીનો રસ્તો પાકો કરવા અને તળાવને ડેવલપ કરવાની માંગ છે.