મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 26-04-2025 ને શનિવારના રોજ 66 કેવી મોરબી A સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવાનો હોય તે માટે મોરબીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે.
જેમાં આવતીકાલે તા.26 એપ્રિલે ભાડિયાદ ફીડર હેઠળના સો ઓરડી, માળિયા વનાળિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વગેરે તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. સિટી ફીડર હેઠળના મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચી શેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધીરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.