આગામી લોકસભા ચૂંટણીને પગલે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરી સહિતના અધિકારીઓએ ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની સઘન ચકાસણી કરી મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી કરવાની સૂચના અપાઈ હતી.
મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીએ મોરબીની 67 – વાંકાનેર વિધાનસભા બેઠકના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ તથા રીસિવિંગ ડિસ્પેચ સેન્ટરની ઝડતી લઈ જરૂરી માર્ગદર્શન આપી આ ઉપરાંત મોરબીની 67 – વાંકાનેર વિધાનસભા બેઠકના નવા ઢુંવા ગામે મતદાન મથકની વિઝીટ કરી ચૂંટણી લક્ષી જરૂરી સૂચનો આપ્યા હતા.
આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે સમીક્ષા કરી હતી.