Thursday - Apr 16, 2026

પતિ -સાસરિયાઓથી પીડિત પત્નીને આપઘાત કરતા બચાવી તેના ઘર સંસાર ફરી મહેકતો કર્યો

પતિ -સાસરિયાઓથી પીડિત પત્નીને આપઘાત કરતા બચાવી તેના ઘર સંસાર ફરી મહેકતો કર્યો

મોરબીમાં 181 અભયમની ટિમ સમક્ષ એક પડકાર જનક કેસ આવ્યો હતો. જેમાં 26 માર્ચના રોજ જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી કે, એક અજાણી મહિલા મોરબી મચ્છુ ડેમ-3 પર આપઘાત કરવા જઈ રહી છે. મહિલા કોઈનું સાંભળવા માગતા નથી અને આમતેમ દોડાદોડી કરે અને રડી રહ્યા છે તેમજ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે


મોરબી 181 ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલાની મદદ માટે દોડી ગયા અને પીડિત મહિલાને સ્થાનિકોએ મચ્છુ ડેમ પર જ સુરક્ષિત જગ્યાએ બેસાડયા હતા. આથી આ પીડિતા ને સાંત્વના આપી તેમજ 181 ટીમેં પ્રાથમિક માહિતી મેળવતા જાણવા મળ્યું કે, આ મહિલાએ સાસુ, સસરા અને પતિના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરવાનું વિચાર્યું હતું. મહિલા તેના પતિ, સાસુ, સસરા,દિયર, નણંદ અને તેમના ચાર બાળકો સહિતના પરિવાર સાથે રહે છે. સાસરી પક્ષનું કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું કે, મહિલા બાળકો સાથે મારઝુડ કરે છે અને નાની-નાની વાતે જીદ કરીને ઝઘડા કરે છે. તેથી વારંવાર ઘર છોડીને નીકળી જાય છે.૧૮૧ ટીમે સાસરી અને પરિણીતાનું કાઉસેલિંગ કરી તેણીનો પતિ, બાળકો અને માતાપિતા સાથેના મધુર બાગ સમાન બગીચો મહેકાવ્યો છે.