Sunday - Jul 05, 2026

મોરબીના પીપળીયા ગામે જુના ઝઘડાનું સામાધાન કરવાનું કહી મોટાભાઈનો નાનાભાઈ ઉપર હુમલો

મોરબીના પીપળીયા ગામે જુના ઝઘડાનું સામાધાન કરવાનું કહી મોટાભાઈનો નાનાભાઈ ઉપર હુમલો

મોરબીના  પીપળીયા ગામે જુના ઝઘડાનું સામાધાન કરવાનું કહી મોટાભાઈએ નાનાભાઈ ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જુના કેસનું સમાધાન કરવા બાબતે ભાઈ એ ભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરીને લોખંડના છરા વડે ઈજા પહોચાડી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

મોરબીના પીપળીયા ગામે રહેતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા ઉપર તેના મોટાભાઈ આરોપી મહિપતસિંહ નરવીરસિંહ જાડેજા હુમલો કર્યો છે. આથી નાનાભાઈએ મોટાભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોટાભાઈ આરોપી મહિપતસિંહ નરવીરસિંહ જાડેજા સાથે અગાઉના ઝઘડાનો કેસ થયો હોય તેનું સમાધાન કરવા અવારનવાર કહેતા અને ગોવિંદસિંહ ના પડતા હોય જેનો ખાર રાખીને ગત તા. ૩૧ ના રાત્રીના અરસામાં ગોવિંદસિંહ જુના પીપળીયા ગામે હોય દરમિયાન મહિપતસિંહે તેની સાથે ઝધડો કરી ઝપાઝપી કરી ગાળો આપી તેમજ લોખંડના છરા વડે ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.