મોરબી જિલ્લાના ફોટોગ્રાફરને શિલ્પા શેટીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમને વેડીગ, પ્રી વડીગ એટલે લગ્નની સુપર્બ ફોટોગ્રાફી કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે.
મોરબી જિલ્લાના ટંકારાના નસીતપર ગામના રહેવાસી કૌશિકભાઈ ડઢાણીયા વ્યવસાયે ફોટોગ્રાફર છે અને ખાસ લગ્નનું અદભુત રીતે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરે છે.ત્યારે તાજેતરમાં દિલ્હી ખાતે બેસ્ટ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના એવોર્ડ સમારંભ ગ્લોબલ આઇકોન એવોર્ડ સમારોહ -2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે મોરબીના આ ફોટોગ્રાફર સહિત ગુજરાતના 6 ફોટોગ્રાફરને એવોર્ડ માટે નોમિનેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી મોરબીના ફોટોગ્રાફર કૌશિકભાઈ ડઢાણીયાને બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટીના હસ્તે બેસ્ટ વેડીગ એન્ડ પ્રિ વેડીગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ગુજરાતમાંથી એ એક માત્ર એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેથી તેઓએ આ એવોર્ડ મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.