બી ડિવિઝન પોલીસે પીપળી રોડ પર આવેલ રોયલ પાર્કમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપી લીધું
મોરબી : મોરબી શહેરના પીપળી રોડ પર આવેલ રોયલ પાર્કમાં રહેતી મહિલા બહારથી માણસો બોલાવી પોતાના રહેણાંકમાં જુગાર રમાડી રહી હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રહેણાંકમાં જુગાર રમી રહેલ પાંચ મહિલા સહિત કુલ આઠ આરોપીઓને રોકડા રૂપિયા 37,200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, પીપળી રોડ પર રોયલપાર્કમાં રહેતા કાજલબેન બુધ્ધાભાઈ પટેલ ઉ.વ.29 બહારથી માણસો બોલાવી પોતાના ઘરમાં જુગાર રમાડે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી કાજલબેન બુધ્ધાભાઇ પટેલ રહે,રોયલ પાર્ક પીપડી રોડ, ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, રહે,આનંદ નગર, મોરબી, મુનાફભાઇ અલ્તાફભાઇ ખુરેશી રહે, ક્રિષ્ણા પાર્ક, વાવડી રોડ, રામાભાઇ કેશુરભાઇ અમર રહે,ગામ ટીબડી પાટીયા, મોરબી, સમાબેન સફિભાઇ મોટલાણી, રહે,મોરબી વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ સામે કે.જી.એન. પાર્ક, મોરબી, ટીનાબેન જગદિશભાઇ ત્રિવેદી, રહે, સિધ્ધાર્થ સોસાયટી ગુરૂકૃપા હોટેલ પાછળ મોરબી, ભાવિકાબા ભરતભાઇ પરમાર, રહે, દ્રારીકા કૃષ્ણ મંદિરની સામે તા.જી.દ્રારીકા, મુળ રહે,મોરબી,વાવડી રોડ કબીર આશ્રમ પાછળ મોરબી અને મંજુલાબેન લાભુભાઇ ગઢવી, રહે,કુળદેવી પાન સામે, રામકૃષ્ણનગર મોરબી વાળાઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 37,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.