વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ નજીક આવેલ પ્રસિદ્ધ હોલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા રાજકોટના પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી ઘટના બની હતી જેમાં મંદિરે દર્શન કર્યા બાદ નદીમાં ન્હાવા પડેલા પરિણીતા પાણીમાં ડૂબી જતાં પટેલ પરિવારમાં શોક છવાયો હતો.
વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ નજીક આવેલ પ્રસિદ્ધ હોલમાતાજીના મંદિર ખાતે રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર રહેતા નાદપરા પરિવારના સભ્યો દર્શન કરવા આવ્યા હતાં. આ સમયે કિંજલબેન કેવલકુમાર નાદપરા ઉ.વ.24 મચ્છુ નદીમાં ન્હાવા પડતા અચાનક ડૂબવા લાગ્યા હતા અને પાણીમાં ગરક થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.