મોરબીમાં સાતમ આઠમના તહેવારો નજીક આવતા શ્રાવણીયા જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. આથી પોલીસે શ્રાવણીયા જુગારની બદીને ઝડપી લેવા કડક કાર્યવાહી કરતા મોરબીમાં સનરાઈઝ વિલા એપાર્ટમેન્ટમાં જુગાર રમતાં આઠ ઝડપાયા હતા.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબીની નાની કેનાલ રોડ પર આવેલા સનરાઈઝ વીલા એપાર્ટમેન્ટના એચ બિલ્ડિંગના દસમાં માળે બે ફ્લેટ વચ્ચેના સીડીના ચોકામાં ગંજીપત્તાનો જુગાર રમતા ધવલ ગોરધનભાઈ વિરમગામા, જગદીશ જયંતીભાઈ કુંડારીયા, સાગર મીઠાભાઇ ફેફર, મુકેશ શીવાભાઈ ફૂલતરીયા, લલીત વનજીભાઈ છનિયારા, દિવ્યેશ ભીખાભાઇ મોરડીયા, રજનીકાંત ગોરધનભાઈ વિરમગામા અને નિશીત કાનજીભાઈ કાચરોલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,43,250 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.