ટંકારાના નસીતપર ગામના સરપંચ રમેશભાઈ કુંડારિયાના કહેવા મુજબ આ ગામમાં 3400ની ભારેખમ વસ્તી સાથે ગામ હર્યુંભર્યું લાગે છે. ગામમાં સિંચાઇ અને પીવાના પાણીની ફૂલ સગવડ છે. એટલે જ આટલી બધી વસ્તી ટકી રહી છે. ડેમી-2 ડેમમાંથી ડીપ એરિગેશનથી ખેતીને પૂરતું પાણી અપાતું હોય જેને કારણે ગામ લીલુંછમ હર્યુંભર્યું છે અને 3400 વસ્તી હરિભરી ખેતીથી આત્મનિર્ભર બની છે.
ટંકારાના નસીતપર ગામને ડેમી-2 ડેમમાંથી પીવાના પાણીની ફૂલ સગવડ છે.એટલે આરઓ પ્લાન્ટ નાખીને નજીવા દરે ગામલોકોને શુદ્ધ પાણી આપવામાં આવે છે. જો કે 3400ની વસ્તી હોવા છતાં એક નાનું દવાખાનું હોય અને પીએચસીની માંગણી વર્ષોથી હવામાં લટકે છે. તે મોટી દુઃખદ બાબત છે.કારણ કે કદાચ રોગચાળો વકરે કે ઇમરજન્સી તબીબી સેવાની જરૂરત આવી પડે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમા રોડ રસ્તા, 1થી8ની સ્કૂલ, ભૂગર્ભ ગટર, સફાઈ, કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા પણ નાખવામાં આવ્યા છે.આ ગામથી ચાંચાપર, થોરાળા, વિરપરના રોડ કાચા છે. જ્યારે લજાઈ, ભીમનાથના રોડનું ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયું છે. જ્યારે આ ગામમાં આરડીસી બેન્ક ફાળવવાની વર્ષો જૂની ગ્રામજનોની રજુઆત હજુ સુધી ફળીભૂત થઈ નથી. જો કે જુના ગામમાં ગામમાં ખરીદી માટે શૌચાલય, યુરિનલ સહિતની તમામ સુવિધાઓ સાથે આઠ દુકાનોનું ભવ્ય શોપિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે અને બાલવાટિકા પણ છે.જુના ગામા બાળકો માટે ફાજલ જગ્યામાં હર્યા ભર્યા વૃક્ષો હોય તો સરકાર રમત ગમતના સાધનો નાખવા માટે ગ્રાન્ટ ફાળવે તો બાળકોને બહુ જ મજા પડે તેવી રજુઆત છે. ગામની ગૌશાળામાં 100થી વધુ ગાયોનો નિભાવ કરાય છે.