મોરબીના ઘુટું ગામ નજીક નદીમાં અસંખ્ય માછલાંઓના ભેરી રીતે ટપોટપ મોત
ફેકટરીઓનું પ્રદુષિત પાણી નદીમાં ઠલવાતા માછલાંઓના મોત થયાનું તારણ
મોરબીના ઘુટું ગામ નજીક નદીમાં અસંખ્ય માછલાંઓના ભેરી રીતે ટપોટપ મોત
ફેકટરીઓનું પ્રદુષિત પાણી નદીમાં ઠલવાતા માછલાંઓના મોત થયાનું તારણ
મોરબી આસપાસના વિસ્તારોમાં હમણાંથી ફેકટરીઓનું કેમિકલ યુક્ત ઝેરી પ્રવાહીઓ પીવાથીથી માછલાંઓના ટપોટપ મોત થયાનો સિલસિલો યથાવત રહેતા વધુ એક બનાવમાં મોરબીના ઘુટું ગામ નજીક નદીમાં અસંખ્ય માછલાંઓના ભેરી રીતે ટપોટપ મોત થયા છે અને ફેકટરીઓનું પ્રદુષિત પાણી નદીમાં ઠલવાતા માછલાંઓના મોત થયાનું તારણ ગ્રામજનોએ દર્શાવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુટું ગામ નજીક આવેલનદીમાં આજે અસંખ્ય માછલાઓના મોત થતા આ નદીના પાણીમાં માછલાંના મૃતદેહો તરતાં મળી આવ્યા હતા. જેમાં ઘુંટુ ગામ નજીકની કોઈ ફેકટરી ધારકે કેમિકલ યુક્ત પ્રવાહી અથવા ઝેરી કચરો નાખતા માછલાઓ ના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.અવાર નવાર આવા કૃત્યથી આસપાસના રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં પ્રદુષણ વિભાગની પણ ક્યાંકને ક્યાંક રહેમ રાહ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. હાલ માછલાઓના મોતથી ગંદકી તેમજ દુર્ગંધ ફેલાઈ રહી હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.