મોરબીમાં વિધિવત ચોમાસું બેસી ગયું હોવા છતાં મેઘરાજા હમણાંથી દરરોજ માત્ર ગરમી વરસાવીને હાઉકલી કરીને જતા રહેતા હોય અને ઢેલડી નગરની ફરિયાદ રહેતી કે મેઘરાજા બધેય કૃપા વરસાવતા હોય અને મોરબી ઉપર કૃપા ન કરતા હોવાની ફરિયાદ અને ગાજયા મેહ વરસે નહિની કહેવતને મેઘરાજાએ ખોટી પાડી છે. આજે બપોરે મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું ચાલુ કરતા ચારે કોર પાણી પાણી થઈ ગયું હતું. જો કે સરકારી તંત્રના ચોપડે માત્ર 20 મિમી એટલે પોણો ઈંચ વરસાદ જ નોંધાયો છે. આમ છતાં મેઘરાજાએ એન્ટ્રી કરી તે બાબત મોરબીવાસીઓ માટે સારી બાબત છે.