Wednesday - May 06, 2026

મોરબીના તેજસ્વી તારલાની બેવડી સિદ્ધિ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા 'દુહા-છંદ' અને 'લોકવાદ્ય'માં પ્રથમ

મોરબીના તેજસ્વી તારલાની બેવડી સિદ્ધિ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા 'દુહા-છંદ' અને 'લોકવાદ્ય'માં પ્રથમ

મોરબી:ગુજરાત સરકારના રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને મોરબી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત 'જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા' માં મોરબીના વિદ્યાર્થીએ ઝળહળતી સફળતા મેળવી છે. મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થી મહેન્દ્ર બરાસરાએ પોતાની અદભૂત કલાનું પ્રદર્શન કરી બે અલગ-અલગ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

બે ક્ષેત્રમાં પ્રથમ નંબર મેળવી ગૌરવ વધાર્યું
સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરાએ 'અ' વિભાગમાં:
૧. દુહા-છંદ-ચોપાઈ અને
૨. લોકવાદ્ય બંને સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાના જોરે પ્રથમ નંબર મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
 
મોરબીના તેજસ્વી તારલાની બેવડી સિદ્ધિ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા 'દુહા-છંદ' અને 'લોકવાદ્ય'માં પ્રથમ

હવે રાજ્ય કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે
જિલ્લા કક્ષાએ વિજેતા થયા બાદ, મહેન્દ્ર હવે આગામી સમયમાં વડોદરા મુકામે યોજાનાર મધ્યઝોન કક્ષાની સ્પર્ધામાં આ બંને કૃતિઓ સાથે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

ચારેતરફથી અભિનંદનનો વરસાદ
નાની ઉંમરે લોકકલા અને વાદ્ય ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ, સાર્થક વિદ્યામંદિર શાળા પરિવાર તેમજ પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા મહેન્દ્રને પુષ્કળ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે. તેની આ સફળતાથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.