Thursday - Jul 02, 2026

તું મને ઓળખશ ? હું ગૌતમ ગોઠી કણબીપરા વાળો કહી દંપતીને તલવાર સાથે મારી નાખવાની ધમકી

તું મને ઓળખશ ? હું ગૌતમ ગોઠી કણબીપરા વાળો કહી દંપતીને તલવાર સાથે મારી નાખવાની ધમકી

હળવદમાં ગાળો બોલવાની ના પાડતા કુખ્યાત શખ્સે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ શહેરના લક્ષ્મીનારાયણ ચોકમાં ગત તા.21ના રોજ રાત્રીના સમયે પત્ની સાથે વોકિંગમાં નીકળેલા યુવાને જાહેરમાં ગાળો બોલી રહેલા શખ્સને ગાળો નહિ બોલવાનું કહેતા નામચીન શખ્સ બે તલવાર સાથે ઘસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ગત તા.21ના રોજ રાત્રીના સમયે હળવદ શહેરના લક્ષ્મીનારાયણ ચોકમાં રહેતા ફરિયાદી અભિષેક સુભાષભાઈ જોશી ઉ.વ.41 નામનો યુવાન તેમના પત્ની સાથે રાત્રે વોકિંગમાં નીકળો હતો ત્યારે બાઈક પર બેઠેલ આરોપી ગૌતમ ગોઠી જોરજોરથી ગાળો બોલતો હોય અભિષેકે ગાળો નહિ બોલવા કહેતા આરોપી ગૌતમ ગોઠી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ કહ્યું હતું કે, મને ઓળખશ ? હું ગૌતમ ગોઠી કણબીપરા વાળો તેવું કહી થોડીવાર બાદ બે તલવાર સાથે ધસી આવ્યો હતો અને બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.