Monday - Apr 27, 2026

મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું વેકેશન જાહેર

મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું વેકેશન જાહેર

મોરબી : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીના તહેવાર નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગમાં રજા જાહેર કરાઈ છે. આ સમયગાળા દરમિયાન હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. તેમજ તા. 17 શુક્રવારના રોજ સવારના 10 વાગ્યા સુધી જ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે. અને તા. 18ને શનિવારના રોજ ફક્ત પડતર માલની હરરાજી લેવામાં આવશે. ખાસ તા.18ને શનિવારથી તા.26 ઓક્ટોબર સુધીના રજાના દિવસોમાં કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તા. 27-10-2025ને સોમવારના રોજ હરરાજીનું કામકાજ રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તા. 26-10-2025ના રોજ સાંજના 4 વાગ્યા પછી જણસીની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે. તેવી કમિશન એજન્ટો અને ખેડૂતોને જાણ કરાઈ છે.