Sunday - May 03, 2026

મોરબીમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

મોરબી : ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો માટે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા બાબતે ક્લેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ૧૩ થી ૧૫ તારીખ દરમિયાન મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારું આયોજન માટે સબંધિત વિભાગોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. મોરબીમાં તા ૧૫/૧૧ ના રોજ પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન તમામ જિલ્લાવાસીઓ માટે સેવા સેતુ યોજાશે અને શાળાઓમાં ભગવાન બિરસા મુંડા આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ૧૪ નવેમ્બરના રોજ નવજીવન સ્કૂલ ખાતે કબડ્ડીની સ્પર્ધા પણ યોજાશે.