મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામથી ફાટસર ગામ જવાના રસ્તે ગત તા.18 ઓક્ટોબરના રોજ જીજે - 10 - ડબ્લ્યુ - 4202 નંબરની છકડો રિક્ષાના ચાલકે જીજે - 10 - ડીએલ - 5991 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મુબારકભાઈ અસગરભાઈ સેડાત રહે.જોડિયા તા.જામનગર વાળાને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા મુબારકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ છકડો રીક્ષા ચાલક નાસી ગયો હોય ઘટનાના 24 દિવસ બાદ મૃતકના પિતા અસગરભાઈ સેડાતે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.