Thursday - Apr 30, 2026

મોરબીના થોરાળામાં અખંડ રામધૂનનો લાભ લેતા જિલ્લા કલેકટર

મોરબીના થોરાળામાં અખંડ રામધૂનનો લાભ લેતા જિલ્લા કલેકટર

મોરબી : મોરબીના થોરાળા ગામે રામ ફાર્મ ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંખડ રામઘુનમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 11 વર્ષથી નાથા ભગત પ્રેરિત થોરાળા ગામે રામ ફાર્મ ખાતે 48 કલાક અખંડ રામધૂન ચાલી રહી છે. જ્યાં મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડ્યા તેમના પત્ની તથા તેમના સસરાએ ખાસ હાજરી આપી અંખડ રામઘુનનો લાભ લીધો હતો.

મોરબીના થોરાળામાં અખંડ રામધૂનનો લાભ લેતા જિલ્લા કલેકટર
મોરબીના થોરાળામાં અખંડ રામધૂનનો લાભ લેતા જિલ્લા કલેકટર