Saturday - Jun 27, 2026

વાંકાનેરમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને 100.ચોરસ વાર પ્લોટની સનદનું વિતરણ

વાંકાનેરમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને 100.ચોરસ વાર પ્લોટની સનદનું વિતરણ

વાંકાનેર તાલુકા પંચાયત મીટીંગ હોલ ખાતે વિચરતી વિમુક્ત જાતિના લોકોને 100.ચોરસ વાર પ્લોટની સનદ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા સાહેબના વરદ હસ્તે લાભપાંચમ શુભ દિવસે અર્પણ કરવામાં આવેલ.

વાંકાનેર ખાતે તારીખ 6/11/2024 ના રોજ તાલુકા પંચાયત કચેરીના સભાખંડ હોલમાં100 ચોરસ વાર પ્લોટની સનદ લાભ પાંચમના શુભ દિવસે વિચરતી વિમુક્ત જાતિના  127 જેટલા જરૂરત મંદ લોકોને રાજ્યસભાના સાંસદશ્રી
કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે આપવામાં આવી હતી જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી ડૉ. વિપુલકુમાર ડી સાકરીયા તેમજ મામલતદાર કે.વી. સાનિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી રિઝવાન ભાઈ એ. કૌઢિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન મેર વગેરે મહાનુભવો ની ઉપસ્થિતિમાં વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે 100. ચોરસ વાર પ્લોટની સરકાર દ્વારા ફાળવણી અંતર્ગત રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ લેખિત મા વિચરતી વિમુક્તિ જાતિના જરૂરત મંદ લોકો માટે રજૂઆત કરેલ હોય જે રજૂઆતને સરકાર દ્વારા પ્રતિસાદ પૂરો પાડી 127 પરિવારને 100 ચોરસ વાર પ્લોટ ની સનદ લાભ પાંચમ નિમિત્તે અર્પણ કરવામાં આવી હતી જે સમગ્ર લાભાર્થીઓ અને મહાનુભાવો અતિથિ વિશેષ મહેમાનો વગેરે તસવીરમાં દ્રશ્યમાન થાય છે