Friday - Dec 13, 2024

મોરબીમા મહિલા વકીલ પર હુમલો કરનારનો કોઈ વકીલ કેસ નહિ લડે, બાર એસો.નો ઠરાવ

મોરબીમા મહિલા વકીલ પર હુમલો કરનારનો કોઈ વકીલ કેસ નહિ લડે, બાર એસો.નો ઠરાવ

મોરબી બાર એસો દ્વારા સરક્યુંલેટીંગ ઠરાવથી તમામ વકીલને જાણ કરવામાં આવી છે કે તા. ૦૫-૧૧ ના રોજ મોરબી બારના તમામ હોદેદારોની મીટીંગ મળી અને બારના સભ્યો સાથે ચર્ચા કરી સર્વસંમત્તિથી ઠરાવ કરી નક્કી કરવામાં આવ્યું છે કે મોરબી કોર્ટમાં પ્રેક્ટીસ કરતા મહિલા એડવોકેટ ભાગ્યશ્રીબેન ચૌહાણ પર ગત તા. ૨૪-૧૦ ના રોજ મોરબી કોર્ટ પરિસરમાં એક મહિલા દ્વારા જાહેરમાં મારામારી કરવામાં આવી હતી અને અપશબ્દો બોલવામાં આવેલ તેમજ ડ્રેસ કોડ પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

આ બનાવને મોરબી બારના તમામ હોદેદારો અને સભ્યો સખ્ત વખોડી કાઢે છે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને તે માટે એકતા રાખવી ખુબ જરૂરી છે બનાવ મામલે મહિલા વકીલે આરોપી દક્ષાબેન દેવજીભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી તમામ વકીલોને વિનંતી કરવામાં આવી છે કે આરોપી સામેનો કેસ કોઈપણ વકીલ લડે નહિ અને વકીલપત્ર મૂકી નહિ