Saturday - May 16, 2026

મોરબીમાં નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટનું વિતરણ

મોરબીમાં નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટનું વિતરણ

એસપીની અધ્યક્ષતામાં ખાસ ટ્રાફિક ઝુંબેશમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ, નિયમોનું પાલન કરનારાઓનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરાયું

મોરબી : મોરબીમાં આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષમાં નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા. સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
 
મોરબીમાં નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટનું વિતરણ

મોરબી જિલ્લામાં હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની અધ્યક્ષતામાં પોલીસ વિભાગે ટીંબડીના પાટિયાથી લઈ વાંકાનેર સુધીના કુલ 20 પોઇન્ટ ઉપર ટ્રાફિક ડ્રાઇવ યોજી છે. આ ડ્રાઇવમાં ડીવાયએસપી જે.એમ.આલ, ટ્રાફિક પીઆઇ એચ.વી.ઘેલા અને તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ સાહિતનો સ્ટાફ જોડાયો હતો.

મોરબીમાં નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટનું વિતરણ

જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લામાં 2025માં 213 જેટલા લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. 186 જેટલા ફેટલ ઍક્સિડન્ટ નોંધાયા છે. હેલ્મેટ પહેરવામાં આવે તો અકસ્માતમાં જીવ બચી શકે છે. આજની ટ્રાફિક ડ્રાઇવમાં દાતાઓના સહયોગથી ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે જે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જે તમામ નિયમો પાળીને વાહન લઈને નીકળી રહ્યા છે તેઓનું ડીવાયએસપી ગુલાબ આપી સન્માન કરી રહ્યા છે. વાહનચાલકોને પોતાના પરિવાર અને બાળકનું વિચારે. ટ્રાફિક નિયમોનું પાલન કરે અને હેલ્મેટ ખાસ પહેરે એવી અપીલ કરી છે.