Thursday - Jul 02, 2026

મોરબી : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે બે વર્ષ નિમિતે કતલખાનાઓ બંધ રાખવાનો હુકમ

મોરબી : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે બે વર્ષ નિમિતે કતલખાનાઓ બંધ રાખવાનો હુકમ

મોરબી :  આજે રરમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થયા નિમિત્તે રાજ્યભરમાં કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ આજે ગુરૂવારે બંધ રાખવા તેમજ માંસ મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલામ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવાયુ છે.