Thursday - Jul 02, 2026

ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10,000 ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ.

ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10,000 ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ.

મોરબી:- મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવાળી મેલડીમાંના ટ્રસ્ટીઓ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને 10000 જેટલા ફૂલ સ્ક્રેપ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, 

ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10,000 ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ.

તમને જણાવી દઈએ કે ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જેમકે રાહદારે દવાખાનું ગાયોને દરરોજ 50 મણ લીલું ઘાસ દર મહિને પક્ષીઓ માટે દસ મણ ચણ, દર રવિવાર મંગળવારે સવામણ લાપસી અને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ, દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વગેરે સેવાકીય કાર્યો આ ટ્રસ્ટ દ્વારા થાય છે એ મુજબ આ ટ્રસ્ટ દ્વારા પીએમ શ્રી માધાપર વાળી કન્યાશાળા, માધાપર વાળી કુમાર શાળા,તાલુકા શાળા નંબર એક, બુનિયાદી કન્યાશાળા, મિડલ સ્કૂલ પ્રાયોગિક શાળા, વી.સી.હાઈસ્કૂલ વગેરે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવા ફુલ સ્કેપના 10,000 જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.