Friday - Jul 03, 2026

મોરબી સીરામીક એસોસિએશન દ્વારા વિદેશમાં ફસાયેલા નાણા અંગે કેન્દ્રીય મંત્રીને રજુઆત.

મોરબી સીરામીક એસોસિએશન દ્વારા  વિદેશમાં ફસાયેલા નાણા અંગે કેન્દ્રીય મંત્રીને રજુઆત.

દિલ્હી:- મોરબી સીરામીક એસોસિએશન દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમનને સીરામીક ટાઇલ્સ અને પ્રોડક્ટ પર લાગતી 18% ટકા GST ને બદલે 5% ટકા GST કરવાની રજૂઆત બાદ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રૂબરૂ મળી મોરબીના ઉદ્યોગકારોના વિદેશમાં ફસાતા રૂપિયા તેમજ એક્સાઇઝ અને કસ્ટમર મામલે રજુઆત કરી પ્રશ્ન ઉકેલવા માંગણી કરવામાં આવી છે.

  મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ સહિતના અગ્રણીઓ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાને ભેગા રાખી સંસદ ભવન દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબી સીરામીક કલસ્ટરમાંથી વાર્ષિક ₹20,000 કરોડથી વધુની સીરામીક પ્રોડક્ટ ની નિકાસ થાય છે જેમાં બાયર દ્વારા મોટા પ્રમાણમાં પેમેન્ટ ખોટા થાય છે જેથી આ ફસાયેલા પેમેન્ટનો ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી. વિદેશ વ્યાપારના આ ગંભીર મુદ્દે કેન્દ્રીય મંત્રીએ પોઝિટિવ અભિગમ અપનાવી ભારત સરકાર દ્વારા થતી તમામ મદદ કરવા ખાતરી આપી હતી. સાથે જ અધિકારીઓ સાથે વાત કરી આગળની કાર્યવાહી કરવા સંબંધિત વિભાગને સૂચનાઓ પણ આપી હતી, 
 

મોરબી સીરામીક એસોસિએશન દ્વારા  વિદેશમાં ફસાયેલા નાણા અંગે કેન્દ્રીય મંત્રીને રજુઆત.

ઉપરાંત મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમક્ષ કસ્ટમ તથા એક્સાઇઝના જુના પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટરમાં બોરવેલ બાબતે આવેલી નોટિસ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સમક્ષ રજુઆત સમય પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજેશભાઈ ચુડાસમા સાથે રહ્યા હતા અને સંબંધિત પ્રશ્નો બાબતમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી સાથે જ આગામી સમયમાં સંબંધિત મંત્રાલયમાં ફોલોપ્ પ્રશ્નોના નિરાકરણ માટે ફરી વખત એસોસિએશનને બોલાવી તમામ પ્રશ્નોનો પોઝિટિવ ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.