ટંકારા: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ટંકારા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડ રચના અને સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. ટંકારા શહેરના કુલ 11,895 મતદારોને 6 વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કુલ 24 બેઠકોમાંથી 50% એટલે કે 12 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે એક બેઠક અનુસૂચિત જાતિ અને 8 બેઠકો સામાન્ય વર્ગ માટે અનામત છે.
વોર્ડ-1:
વોર્ડ નંબર 1માં રુપાવટી સોસાયટી, કિશાનનગર, ગાયત્રીનગર નજીક ઈંટના ભઠ્ઠા, વેડવા દેવીપૂજક વાસ, અમરાપર રોડ મફતિયાપરા, ઊગમણા નાકા, અને ગાયત્રીનગર પાસેના મફતિયાપરા વિસ્તારનો સમાવેશ થાય છે.
વોર્ડ-2:
આ વોર્ડમાં ઊગમણા નાકા, ખડીયાવાસ, કોળીવાસ, સિંધિ નાકા, ખડીયાવાસ મેઈન રોડ, લો વાસ, લક્ષ્મીનારાયણ શેરી, બજાર લાઈન, ઘેટીયાવાસ, મઢવાળી શેરી, મેમણવાસ, દેવીપૂજક વાસ, મોરબીનું નાકુ અને સિંધિવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વોર્ડ-3:
વોર્ડ નંબર 3માં દેરીનાકા રોડ, દેરીનાકા, ભરવાડવાસ, હવેલી શેરી, આર્યસમાજ, ભડની શેરી, મેઈન બજાર, અપાસરા શેરી, ઘેટીયા વાસ, રાવળવાસ, લક્ષ્મીનારાયણ શેરી, ગામઠી શેરી, ગામઠી શાળા વાળી શેરી, ત્રણ હાટડી ચોક અને મકરાણી શેરીના વિસ્તારનો સમાવેશ થાય છે.
વોર્ડ-4:
આ વોર્ડમાં મંદિર શેરી, મોચી બજાર, ત્રણ હાટડી શેરી, મસ્જિદની પાછળ, મોરબી નાકુ, સરકારી દવાખાનું, સિંધિવાસ, નગરનાકા, ઠક્કરબાપા વાસ, જેટકો સોસાયટી, મામલતદાર ક્વાર્ટર, પોલીસ ક્વાર્ટર, ઝમઝમનગર, યોગેશ્વર સોસાયટી, જેટકો પાછળ, કલ્યાણપર વિસ્તાર, પી ડબ્લ્યુ ડી વિસ્તાર, તિલકનગર, અમરાપર રોડ અને ઊગમણા નાકા બહારનો વિસ્તાર સમાવિષ્ટ છે.
વોર્ડ-5:
વોર્ડ નંબર 5માં લક્ષ્મીનારાયણ નગર સોસાયટી, સરદાર સ્કૂલ સામેનો વિસ્તાર, વાંઝાવાસ, આયર્ન નગર, અયોધ્યાપુરી, હરિઓમ નગર, સરદારનગર, વૈભવનગર, પટેલ નગર અને એમ ડી કો ઓપરેટીવ સોસાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વોર્ડ-6:
છેલ્લા વોર્ડમાં મેઈન બજાર, મોચીબજાર, નગરનાકા મેઈન રોડ, જીવાપરા શેરી, રાધા કૃષ્ણ શેરી, ભાટિયા શેરી, મુમના શેરી, નગરનાકા રોડ, મેઈન બજાર, તાર બાવાનો તકિયો, ખાત્રી શેરી, દયાનંદ ચોક, ગોકુલનગર, 100 ચોરસ વિસ્તાર, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ અને રાજકોટ-મોરબી હાઈવે રોડ વિસ્તારનો સમાવેશ થાય છે.
આ સીમાંકન જાહેર થતાં જ આગામી સમયમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની શક્યતા છે.