ટંકારા તાલુકામાં સુવિધાની દ્રષ્ટિએ નબરવન ગણાતું જબલપુર ગામ છે. ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. એટલું જ નહીં જરા હટકે એટલે શહેરની જેમ આધુનિક એટલે ગામમાં મલ્ટી મીડિયા આધારિત શિક્ષણ આપતી હોય તો એવી એકમાત્ર જબલપુરની શાળા છે. શિક્ષણ ક્ષેત્રે જબરી ક્રાંતિ થઈ છે અને એ પણ સરકારી સ્કૂલમાં તેથી બધા બાળકો ભણે છે. આ ઉપરાંત ગામ ભાગ્યે કોઈ ગુનાહિત પ્રવૃતિઓ થતી હોય છતાં અને સુવિધા અને સલામતી માટે તીસરી આંખ નાખવામાં આવી હોય ગુનાહિત પ્રવૃતિઓ ઉપર અંકુશ આવી ગયો છે.
ટંકારાનું જબલપુર ગામ 100 વર્ષ ઉપરનું જૂનું અને વસ્તી 3500ની વસ્તી માટે પીવાના પાણીનું મોટું સુખ છે આમ તો આ ગામ વહીવટીદારને હવાલે હોય તેમ છતાં ગ્રામ પંચાયત ગામલોકોને એકદમ અણી શુદ્ધ પાણી આપવાની જવાબદારી નિભાવે છે. જેમાં ગામ આરઓ પ્લાન્ટ વસાવેલો હોય માત્ર 2 રૂપિયાના દરે ગામલોકોને 20 લીટર શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે છે. સિંચાઇની સુવિધાઓથી હરિભરી ખેતીથી ખેડૂતોનું જીવન ખુશહાલ છે. પેટા આરોગ્ય કેન્દ્ર, ભૂગર્ભ ગટર, રોડ 100 ટકા, કચરાનો યોગ્ય નિકાલ, અને મોર્ડન યુગની હાઇટેક શાળા, સીસીટીવી કેમેરા સહિતની સુવિધા છે. હીરાપર, હરબટીયાળીને જોડતા રસ્તા કાચા અને ગાડા માર્ગ છે. આ એક આતર ગ્રામ્ય રોડની દુવિધા સહિત ગામમાં કોઈ દુવિધા નથી. જે પાકા કરવાની માંગ છે,જબલપુર ના પાટિયા પાછળનો આર્ય સ્કુલ વાળો રસ્તો થોડો પેચ વર્ક માંગે છે.