મોરબીમાં અગાઉ આકરા ડોઝ બાદ હવે ફરીથી પોલીસે વ્યાજખોરો સામે કાયદાનો દંડો ઉગામયો છે. એટલે જ ધડાધડ ચામડાંતોડ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી થઈ રહી છે. આવી વધુ એક ફરિયાદમાં મોરબીના વેપારી અગાઉ ધંધામાં એટલા આર્થિક ભીંસમાં મુકાય ગયા કે તેઓ કૂવો હોવાનું જાણતા હોવા છતાં તેમની આર્થિક જરૂરિયાત વ્યાજખોરોને દ્વારે લઈ ગઈ હતી. વ્યાજખોરોએ પણ વેપારીની જરૂરત જોઈને બુરી દાનત રાખી 30 ટકાના ઉંચા વ્યાજ દરે નાણાં ધીરતા વેપારીને વ્યાજ ચૂકવતા ચૂકવતા નાકે દમ આવી ગયો પણ વ્યાજ પૂરું ભરી ન શકતા વ્યાજખોરોના ત્રાસથી આખરે પોલીસના દ્વારે પહોંચ્યા છે.
મોરબીના રવાપર રોડની અંદરની સાઈડમાં આલાપ રોડ ઉપર આવેલ અંજલીપાર્કમાં રહેતા રવિરાજ જગદીશભાઈ દેત્રોજા નામના વેપારીએ આરોપી ભુપત જારીયા, રાજેશ બોરીચા, ભરત કાનજી ચાવડાની સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં 30 ટકાનું ઉંચુ વ્યાજ વસૂલી ગાડી પડાવી પઠાણી ઉંઘરાણીનો અસહ્ય ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ વેપારીને ધંધા માટે નાણાની જરૂરિયાત ઉભી થતા તેઓ આરોપીઓ તગડું વ્યાજ લેતા હોવાનું જાણવા છતાં વ્યાજે પૈસા લેવા મજબુર થયા હતા. આથી તેઓએ વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં લઈ વ્યાજ ચૂકવવા બીજા અને ત્રીજા વ્યક્તિ એટલે આરોપી ભૂપતના પરિચિતો પાસેથી દર દસ દિવસે વ્યાજ ચુકવવાની શરતે નાણા લઈ આ નાણાં ચૂકવી દેવા છતાં ગાળો આપી નાણાંની પઠાણી ઉઘરાણી કરી આરોપીઓ પૈકી ભરત કાનજી ચાવડાએ ગાડી નંબર જીજે 36 આર 2222 પડાવી લઈ પોતાના નામે કરાવી આ તમામ આરોપીઓએ વેપારી પાસેથી અલગ અલગ બેંકના ચેક પડાવી લઈ વધુ નાણાંની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.