Sunday - Jul 05, 2026

મોરબીના મચ્છુ ડેમ ખાલી કરી જનતા પર પાણીની અનિયમિતતાનો ડામ ઝીકયો

મોરબીના મચ્છુ ડેમ ખાલી કરી જનતા પર પાણીની અનિયમિતતાનો ડામ ઝીકયો

 મોરબીની જીવાદારી સમાન મચ્છુ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે બે દિવસથી ડેમ ખાલી કરાતો હોય હવે ડેમમાં પાણી ઓછું બચતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. એ પણ કાળઝાળ ગરમીમાં લોકોને હવે પાણીના એક એક બુંદ માટે તરસવું પડશે. જેમાં નગરપાલિકાએ હવે જનતાને જાહેર જોગ નિવેદન કરીને પાણીની અનિયમિતતાનો ડામ આપ્યો છે.

મોરબી નગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવાયું હતું કે, મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પડતા મચ્છુ ડેમ એટલે સૌની યોજના સાથે સંકળાયેલો મધર ડેમના દરવાજા બદલવાના હોવાથી ડેમમાં રહેલું પાણી ખાલી કરવામાં આવ્યું છે. એટલે મોરબી શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેવાની સંભાવના છે. મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ ડેમમાંથી આપવામાં આવતા પાણી ઘટાડો કરવામાં આવશે. જો કે હાલ ઉનાળાની પરિસ્થિતિને લઈને પ્રજાજનોને પાણીની કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવાનું નગરપાલિકાએ જણાવ્યું છે. પણ પાણી ઓછું આવે તો રોષ વ્યક્ત કરવાની બદલે સહકાર આપવાની તંત્રએ અપેક્ષા વ્યક્ત કરી છે.

પાણી પહેલા પાળ બાંધવાની જરૂરિયાત હતી

જાગૃત નાગરિકોને કહેવા મુજબ આ પરિસ્થિતિ ન હતી ત્યારે એટલે ઉનાળો શરૂ થતાં ઘણા વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠ્યો હતો. ડેમ ભરપૂર હોય છતાં આવી સ્થિતિ હોય એટલે હવે આ પાણી કટોકટી લાદી હોય એટલે લોકોની તકલીફ ઓર વધશે. જો કે જે પાણી પીવા લાયક હતું એને વહાવી દેવાયું ત્યારે જ વિચારવાની જરૂરત હતી. આ પાણીનો સંગ્રહ ન થઈ શકે પણ નર્મદાનું પાણી લઈને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય હોત. પણ હવે પ્રજાને આ ડામ આપ્યો છે. ત્યારે પ્રજાની શુ હાલત થશે એ કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાય છે.