મોરબીઃ ભારત સરકારશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 ને સફળ બનાવવાના આયોજનના ભાગરૂપે જિલ્લા ટીબી અધિકારી ડૉ ધનસુખ અજાણા સાહેબ મોરબીના માર્ગદર્શન અને આયોજન હેઠળ વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર મહિકા ગામે ડિઝીટલ એક્ષ રે દ્વારા સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ સ્ક્રીનીંગ નો મુખ્ય ઉદેશ્ય જેને આમ લોકો કરતા ટીબી થવાની શક્યતાઓ વધારે છે એવા ટીબી માટે સંવેદનશીલ ગૃપ જેવા કે 60થી મોટી ઉંમરના લોકો, ડાયાબિટીસના દર્દીઓ,જુના ટીબીના દર્દીઓ, ફેફસાના ટીબીના દર્દીના ઘરના સભ્યો, જે લોકો લાંબા સમયથી ધૂમ્રપાન કરે છે, આલ્કોહોલ લેતા હોઈ, જેનો બોડી માસ્ક ઇન્ડેક્સ 18.5 કરતા ઓછો હોઈ આવા અતિ સંવેદનશીલ ગ્રુપના લોકોને એકત્ર કરી મહિકા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે છાતીના ડિઝીટલ એક્ષ રે વિનામુલ્યે પાડવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં લાભાર્થીઓને ઘરઆંગણે હેન્ડ હેલ્ડ(MMU) પોર્ટેબલ મશીન દ્વારા TB STS અક્ષયભાઈ સાપરા દ્વારા વિનામુલ્યે ટીબી માટે જોખમ ધરાવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
આ સમયે મેસરિયાના મેડિકલ ઓફિસર ડૉ કિશન કણસાગરા, મહિકા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ પ્રવાસી, MPHW , FHW, અને તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરિયાના સ્ટાફ અને આશાવર્કર બહેનો દ્વારા મલિન કુલ લાભાર્થીઓના 79 જેટલા ડિજિટલ એક્ષ રે પાડવાની જહેમત ઉઠાવી હતી.