ધરમ કરતા ધાડ પડીની કહેવત અને મદદ કરતા પહેલા ચેતજોની બાબત મોરબીમાં સામે આવી છે. જેમાં એક યુવાનને લિફ્ટ આપવી ભારે પડી છે. મોરબી નજીક કારખાનેથી ઘેર આવતા યુવાનને એક અજાણ્યા શખ્સ રૂપે લૂંટરો ભટકાય ગયો હોય તેમ તેણે લીફટ લીધા બાદ અન્ય બેને બોલાવી ત્રણેયએ પોત પ્રકાશી માર મારી રોકડ અને બાઇક લૂંટી ગયા હતા.
મોરબીના સો ઓરડી નજીક જુના શોભેશ્વર રોડ ઉપર રહેતા અને ઉંચી માંડલ નજીક ઇવાલોક સિરામિક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.44 ગત તા.14ના રોજ પોતાનું બાઈક લઈ કારખાનેથી પરત આવતા હોય ત્યારે રસ્તામાં એક અજાણ્યા માણસે મોરબી આવવું છે કહી લિફ્ટ માંગતા હિતેન્દ્રસિંહે માનવતા દાખવી મદદ કરવાના ઇરાદે અજાણ્યા શખ્સને બાઇકમાં લિફ્ટ આપ્યા બાદ બાઈક આગળ ચાલતા જ આ અજાણ્યા શખ્સે કોઈ વ્યક્તિને ફોન કરી આગળ આવવા કહ્યું હતું અને બાઈક જ્યારે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામિક પાસે પહોચતા બાઈક પાછળ બેઠેલા હરેશ અને રવિ તેમજ અજય નામના શખ્સોએ હિતેન્દ્રસિંહનું બાઈક ઉભું રાખવી ખિસ્સામાં રહેલા રોકડા રૂપીયા 1200, મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજારનું બાઈક લૂંટી મારકુટ કરી ફરાર થઇ ગયા હતા.