Wednesday - Jul 22, 2026

મોરબીમાં દિવાળી વેકેશન છતાં અમુક સ્કૂલો ચાલુ કરી સરકારી નિયમોનો ઉલાળીયો કર્યો

મોરબીમાં દિવાળી વેકેશન છતાં અમુક સ્કૂલો ચાલુ કરી સરકારી નિયમોનો ઉલાળીયો કર્યો

મોરબી સહિત રાજ્યભરની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. પણ મોરબીની અમુક શાળાઓમાં જાણે દિવાળી વેકેશન જ ન હોય તે રીતે સરકારી નિયમોનો ઉલાળીયો કરી શાળાઓ ચાલુ હોવાની સ્થિતિ સામે આવી છે અને આ શાળાઓ ચાલુ હોય તેવા વિડીયા સામે આવતા જિલ્લા શિક્ષણ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.

17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન હોવા છતાં મોરબીની સ્કૂલો એ સરકારી પરિપત્રની પરવા કર્યા વગર સ્કૂલો ચાલુ કરી દીધી છે.જેમાં મોરબીની ખાનગી સ્કૂલોમાં નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ કરી દેવમાં આવી છે. આ સ્કૂલો ચાલુ હોય અને પોતાના બાળકોની બીજી સ્કૂલો બંધ હોય વાલીઓ પણ મુંઝાણા હતા. જો કે આ અમુક સ્કૂલ ચાલુ થઈ હોવાની બાબતે સ્થાનિક તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું.બાદમાં વહેલી સ્કૂલ ચાલુ કરી દેવાનો વિડિઓ જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આવતા તેઓ સ્કૂલને નોટિસ આપી ખુલાસો મંગાશે. યોગ્ય કારણ નહિ બહાર આવે તો જે તે સ્કૂલો સામે સરકારી પરિપત્રના નિર્ણય મુજબ કાર્યવાહી કરાશે.

હાલ દિવાળી વેકેશન હોવા છતાં ઉપરોક્ત સ્કૂલો ચાલુ કરીને મનમાની ચલાવતા સ્કૂલ સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરાશે. તેમજ આજે પણ સ્કૂલો ચાલુ દેખાતા સરકારના નીતિ નિયમોનો ઉલાળીય કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થતા આ ચાલુ થયેલી સ્કૂલોના સંચાલકોને તેમની સ્કૂલો તાકીદે બંધ કરવાની સૂચના આપી નોટિસ આપવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.