Tuesday - May 05, 2026

વિરપરમા સાસુની સેવાચાકરીને કારણે ડિપ્રેશનમાં રહેતી પરિણીતાનો આપઘાત

વિરપરમા સાસુની સેવાચાકરીને કારણે ડિપ્રેશનમાં રહેતી પરિણીતાનો આપઘાત

સાસુની સેવાને કારણે બહારગામ જઈ શકતા ન હોવાથી ડિપ્રેશનમાં આવી ઘઉમા નાખવાનો પાવડર પી લીધો

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે વિચિત્ર કિસ્સામાં હાર્ટએટેક બાદ બીમાર સાસુની સેવા ચાકરીને કારણે બંધાઈ ગયેલા પરિણીતા છેલ્લા એક વર્ષથી ક્યાંય બહારગામ જઈ શકતા ન હોવાથી ડિપ્રેશનમાં આવી ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લઈ આપઘાત કરી લીધો હતો.

ટંકારા તાલુકાના વિરપર જુના ગામમાં રહેતા નેહલબેન રાજેશભાઇ બાવરવા ઉ.37 નામના પરિણીતાના સાસુ જબુબેનને હાર્ટએટેક આવી ગયા બાદ હાથ પગમાં સોઝા ચડતા હોય છેલ્લા એક વર્ષથી સાસુ પથારીવસ હોવાથી નેહલબેન ક્યાંય બહારગામ જઈ ન શકતા હોવાથી વિચારવાયું થવાની સાથે જ ડિપ્રેશનમાં આવી જતા તા.25ના રોજ ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં ઓગળી પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.