Tuesday - Sep 29, 2026

મોરબીના રફાળેશ્વર નજીક ડેમુ ટ્રેન હડફેટે યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર નજીક ડેમુ ટ્રેન હડફેટે યુવાનનું મોત

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક વાંકાનેર - મોરબી રેલવે લાઈન ઉપર ડેમુ ટ્રેન હેઠળ આવી જતા રફાળેશ્વર જીઆઇડીસીમા મેપ્સ લેબોરેટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિલકુમાર સંતોષકુમાર ઉ.26 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મકનસર રેલવે સ્ટેશન માસ્તરે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.