Thursday - Jul 16, 2026

મોરબી લીલાપર રોડ ઉપર મહાપાલિકાનું ડીમોલેશન

મોરબી લીલાપર રોડ ઉપર મહાપાલિકાનું ડીમોલેશન

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે લીલાપર રોડ ઉપર જેલ ચોકવપાસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ નીરણના વાડાઓ અને એક ઓરડી તોડીને પાડીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

મોરબી લીલાપર રોડ ઉપર મહાપાલિકાનું ડીમોલેશન

લીલાપર રોડ ઉપર ગેરકાયદે દબાણો તોડી પાડવા અંગે મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે લીલાપર રોડ ઉપર જેલ ચોક પાસે ત્રણ નીડણના વાડાઓ અને ઓરડીનું દબાણ મહાપાલિકા દ્વારા તોડવામાં આવ્યું છે. આ દબાણને લઈને અગાઉ બેથી ત્રણ વખત સૂચના અપાઈ હતી. નોટિસ પણ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે જેલ ચોકમાં સૂચના આપતા અગાઉ ત્રણથી ચાર દબાણો સ્વેચ્છાએ દૂર પણ થઈ ગયા હતા. જેને દબાણો દૂર કર્યા ન હતા તેની સામે આજે કાર્યવાહી કરવામાં આવી હતી.