Thursday - Jul 16, 2026

મિતાણા પાસે પાણીના ખાડામાં વીજશોકથી 6 ભેંસના કરુણ મોત

મિતાણા પાસે પાણીના ખાડામાં વીજશોકથી 6 ભેંસના કરુણ મોત

ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર ગામે કરમણભાઈ ગાંડુભાઈ મુંધવાની 6 ભેંસો પાણીના ખાડામાં હતી ત્યારે તેને વીજ શોક લાગતા મોત થયા છે. ટંકારા પશુ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ભેંસોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતનું કારણ વીજશોક હોવાનું જાહેર કર્યું છે. પીજીવીસીએલ તંત્રના ડેપ્યુટી ઈજનેર ભુવા સહિતની ટિમે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.